In Conversation with: Gujarati writer Panna Trivedi

panna trivedi itnerview
Tags: ,

Purple Pencil Project recently caught up with Gujarati writer, translator and professor of linguistics, Dr. Panna Trivedi, to talk about her journey, the state of Gujarati literature, and more. Translated excerpts.

Could you share with us your journey as a writer?

Panna Trivedi: I have written story collections such as White Darkness (Safed Andharu), Colorless Color (Rang Vinano Rang), A Scream of the Sky (Aakashni Ek Cheese), Seventh Day (Saatmo Divas) and Flower Market (Phool Bazaar).

Panna Trivedi: મેં સર્જનાત્મક લેખન તથા અન્ય સ્વરૂપોમાં લેખન કર્યું છે. ‘સફેદ અંધારું’, ‘રંગ વિનાનો રંગ’, ‘આકાશની એક ચીસ’, ‘સાતમો દિવસ’ , ‘ફૂલ બજાર’ જેવા વાર્તા સંગ્રહો સાથે ‘ખામોશ બાતેં’, તથા ‘ એકાંતનો અવાજ’ જેવા કવિતા સંગ્રહો આપ્યાં છે. એ ઉપરાંત વિવેચન, સંપાદન, અનુવાદના પુસ્તકો પણ આપ્યાં છે. હા, અનુવાદમાં મહાદેવી વર્મા લિખિત ‘મારો પરિવાર’ તથા અગ્નિશેખર લિખિત ‘જવાહર ટનલ’ના પુસ્તકોનો હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા છે.  લિંગવિસ્ટીક ક્ષેત્રે લેખન નથી પણ સાહિત્ય ક્ષેત્રે દૃઢતાથી લેખન કરી રહી છું.

My poetry collections comprise Khamosh Baatein and Ekantno Awaaj, and I have also translated Maro Parivar written by Mahadevi Verma and Jawahar Tunnel written by Agnishekhar Translated books from Hindi to Gujarati.

What is the current state of Gujarati literature?

Panna Trivedi: A lot is good prose and poetry is being written in Gujarati these days. The rise of social media has certainly led to a greater demand for stories in general, and combined with it, young people are viewing literature through a new lens.

Gujarat is a diverse state, with many cultures thriving within itself – be it the Parsi community, the fisherfolk, the tribal communities, the Ahir community or others.

Each community culture has its own sentiment, and their own set of local and global questions – all of which is reflected in their literature. Our Gyanpith award-winning artist Umashankar Joshi has said,

What a Gujarati who is only Gujarati ..!

Literature from Gujarati, then, reflects the breadth and depth of these experiences. New myths are formed, some old ones are breaking down. The language of the lead hero-heroine is changing, the way they dress themselves is changing, their language of love is changing.

Even the nature of exploitation and struggles is undergoing change in these stories. The younger lot is trying to reimagine older stories, and through that, are using their language to speak their minds.

I think Gujarati literature should be translated more and more and spread to all corners of the country. But unfortunately that is not happening; I think the new generation of translators should take this upon themselves.

Panna Trivedi: ગુજરાતી ક્ષેત્રે ઘણું સરસ લખાઈ રહ્યું છે. ખાસ તો વાર્તા અને કવિતા ક્ષેત્રે સારું એવું કામ થઈ રહ્યું છે. બદલાતા સમયનું પ્રતિબિંબ નિરંતર ઝીલાઈ રહ્યું છે. સમૂહ માધ્યમોની પ્રભાવક્તાને કારણે ‘કથા’ની માંગ વધી છે. યુવા મિત્રો એ તરફ વળ્યા છે. વળી, સાહિત્યને હવે અન્ય વિદ્યાશાખાઓ સાથે જોડીને નવા અભિગમથી અભ્યાસથી જોવાઇ રહ્યું છે. 

ગુજરાત એક વૈવિધ્યપૂર્ણ પ્રદેશ છે. એક સાથે કેટલાંય સમાજ તેની ભીતર ધબકે છે. એ પછી પારસી સમાજ હોય, માછીમારો હોય,  વિચરતી જનજાતિ હોય, આદિવાસી સમાજ હોય કે આહીર. સમાજ હોય… દરેક સમુદાયની સંવેદના ઝીલાતી રહી છે. દેશ કે વિશ્વના પ્રશ્નો પણ સાહિત્યમાં આલેખાઈ રહ્યો છે.

આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક ઉમાશંકર જોશીએ કહ્યું છે ને:

એ તે કેવો ગુજરાતી જે કેવળ હોય ગુજરાતી..!

એટલે ઉદાત્ત રૂપે વિસ્તાર અને ઊંડાણ બન્નેની અનુભતિ ગુજરાતી સાહિત્યમાં થતી હોય એ સ્વાભાવિક છે. નવા નવા મિથ રચાઈ રહ્યા છે અને કેટલાક તૂટી પણ રહ્યા છે. નાયક – નાયિકાઓની પરિભાષા બદલાઈ રહી છે. પરિવેશ બદલાઈ રહ્યો છે. પ્રેમની પરિભાષા બદલાઈ રહી છે.

શોષણ અને સંઘર્ષના રૂપો બદલાઈ રહ્યા છે.. જે ગુજરાતી સાહિત્યમાં પણ પામી શકાય છે. યુવાઓ નવા નવા પ્રયોગો તરફ પણ વળ્યાં છે. જૂની શિષ્ટ વાર્તાઓ આજના પરિપ્રેક્ષ્યમાં લખાય તો કેવી હોય? તે રૂપો પણ તેઓ દર્શાવી રહ્યા છે. આજકાલની પેઢી જલ્દી મોટી થઈ રહી છે. પોતાની ભાષા સાથે પોતાના સમયની વાત અને પડકારોને નિરૂપી રહી છે. 

મને લાગે છે  ચોક્કસપણે જો ગુજરાતી સાહિત્ય વધુ ને વધુ અનુવાદિત થઈને દેશ તથા વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી શકે તો તેની તાકાતનો વધારે પરિચય મળી શકે. પણ કમનસીબે એવું થતું નથી. આપણે ત્યાં બીજી ભાષાઓમાંથી અનુવાદિત થયેલું ઘણું સાહિત્ય પહોંચ્યું છે પણ હજી આપણી ભાષાનું સાહિત્ય તે માત્રામાં પહોંચી શક્યું નથી. મને લાગે છે અનુવાદ માટે પણ એક પેઢી તૈયાર કરવી જોઈએ. 

Is the Gujarati literary community taking advantage of digital media?

Panna Trivedi: Mass media has reached Gujarati literature as a subject but Gujarati literature has yet to reach the media in a comprehensive manner. Technology has something to offer to the new generation, so that their word can reach readers quickly but the writers of the older generation and their rich literature are still in libraries.Yes somewhere magazines are going online. E-books are being made, but how many? Journalists like you can also reach out to the Gujarati writer and the media.

Panna Trivedi: સમૂહ માધ્યમો અથવા મીડિયા એક વિષય રૂપે  ગુજરાતી સાહિત્ય સુધી પહોંચી શક્યું છે પણ ગુજરાતી સાહિત્ય હજી વ્યાપક રૂપે મીડિયા સુધી પહોંચવું તો બાકી જ છે. નવી પેઢીને ટેકનોલોજી કઈંક હાથવગી છે જેથી  કદાચ ઝડપથી  તેમનો શબ્દ પહોંચી શકે છે પણ જૂની પેઢીના લેખકો અને તેમનું સમૃદ્ધ સાહિત્ય હજીય પુસ્તકાલયોમાં જ. હા ક્યાંક સામયિકો ઓન લાઈન થઈ રહ્યા છે. ઇ-પુસ્તકો થઈ રહ્યા છે પણ કેટલાં? ગુજરાતી લેખકને વાચક સુધી અને મીડિયા સુધી પહોંચાડવાનું કામ તમારા જેવા પત્રકારો પણ કરી શકે!

Could you share with us the work you do as an editor on Gujarati journals? 

Panna Trivedi: The first thing is that I am not the editor of any magazine. Yes, but as a professor and as a Gujarati devotee I can say that Gujarati magazines should be read more and more. But it is with regret that I have to say that many excellent magazines have closed down due to lack of money or lack of readers.

Panna Trivedi: પહેલી વાત તો એ કે હું કોઈ સામયિકની સંપાદક નથી. હા, પણ એક અધ્યાપક રૂપે તથા ગુજરાતી ભાવક રૂપે એટલું કહી શકું કે ગુજરાતી સામયિકો વધુ ને વધુ વંચાવા જોઈએ. પણ ખેદ સાથે એ ઓન કહેવું પડે કે કેટલાંય ઉત્તમ સામયિકો રૂપિયાની તંગી કે વાચકોના અભાવે બંધ થઈ ગયા છે.

How difficult is it to establish yourself as a female writer?

Panna Trivedi: I believe that being male or female does not matter; art is not gendered. Nothing is easy if the words itself don’t have strength, the edge of empathy is not sharp, yet if you are to able to express fully, nothing is difficult. My words alone can establish me.

It is true that it is a luxury for women to write and they do so for their pleasure, but women writing is in short supply. The number of women’s autobiographies in Marathi, Hindi or English is far more than that found in Gujarati literature.

We had one autobiography, of Himanshi Shelt, after decades. But women from all eras, classes should voice their thoughts, and socio-cultural movements should be fully absorbed into literature. Even gender theory has not been discussed much in Gujarati literature.

Panna Trivedi: હું માનું છું કે પ્રસ્થાપિત થવા માટે સ્ત્રી કે પુરુષ હોવું કોઈ જ મહત્વ ધરાવતું નથી કારણ કે કળા કે શબ્દ સ્ત્રી કે પુરુષ નથી. શબ્દમાં જ જો તાકાત ન હોય, સંવેદનાની ધાર તેજ ન હોય તો કશું જ સરળ નથી અને જો તમારી અનુભૂતિ કે તમારી અભિવ્યક્તિમાં એ સામર્થ્ય હોય તો કશું જ મુશ્કેલ પણ નથી. એટલે મારું લેખન જ મને પ્રસ્થાપિત કરી શકે.

જોકે એ પણ સ્વીકારવું પડે કે સ્ત્રીઓ લખતી થઈ છે તેનો આનંદ છે પણ હજી તેનું પ્રમાણ તો ઓછું જ.  મરાઠી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં સ્ત્રીઓની આત્મકથાઓ જે સંખ્યામાં મળે છે તેવું કમનસીબે હજી ગુજરાતી સાહિત્યમાં ઓછું જ મળ્યું છે.

છેલ્લે દાયકાઓ પછી હિમાંશી શેલતની આત્મકથા આવી તે જ. મારી ઈચ્છા તો છે દરેક વર્ગની સ્ત્રીઓનું સાહિત્ય આવવું જોઈએ. હા, સામાજિક કે સાંસ્કૃતિક ચળવળો ચોક્કસપણે સાહિત્યમાં બળવત્તર રીતે ઝીલાઈ રહી છે તે પુરુષ સર્જકો વડે હોય કે સ્ત્રી સર્જકો વડે. જેન્ડર થિયરીની ચર્ચાઓ પણ ઓછે વત્તે અંશે થઈ જ છે.

Is there enough money in Gujarati literary writing?

Panna Trivedi: Publishers are not easy to find. The cost of publishing a book is rising, the readership is dwindling and there are fewer buyers. There is a situation where you have to find a way between the boomerangs. Today’s Gujarati writer can only dream of living on royalty alone!

Even professors, who have to publish to stay in academia, don’t find publishers to put out their research, and they may even have to pay from their pockets!

Panna Trivedi: આજના સમયમાં સશક્ત રૂપે લેખન થાય તો છે પણ પ્રકાશકો સહેલાઈથી મળતા નથી. પુસ્તક પ્રકાશનનો ખર્ચો વધી રહ્યો છે કે વાચકો ઓછા થઈ રહ્યા છે કે પુસ્તક ખરીદનાર છે જ ક્યાં?…. વગેરે બૂમરાડ વચ્ચે રસ્તો કાઢવો પડે તેવી સ્થિતિ છે. એ સુખદ આઘાતની તો કેવળ કલ્પના જ કરવાની રહી કે આજનો ગુજરાતી લેખક કેવળ રોયલ્ટી પર નભી શકે!

વળી અધ્યાપકોની કારકિર્દીના ગુણાકંન માટે પુસ્તક પ્રકાશન જોડવામાં આવ્યું છે. અથાગ પરિશ્રમ કરીને લખાતા પુસ્તકોના પ્રકાશન માટે તેમની એક પ્રકારે અનિવાર્યતા હોઈ પ્રકાશન માટે વિવશ બને છે. રોયલ્ટી તો દૂરની વાત કદાચ ગાંઠના ખર્ચીને કરાવવા પડે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે.

What are your reading preferences?

Panna Trivedi: Not all literature of a particular author, but any excellent compositions and powerful writing gives me pleasure. I especially like reading autobiographies and fiction in general.

Panna Trivedi: કોઈ એક ચોક્કસ લેખકનું બધું જ સાહિત્ય નહીં પણ કોઈપણ  ઉત્તમ રચનાઓ અને સશક્ત લેખન મને ચોક્કસ આનંદ આપે છે તેની સમીપ જવું ગમે છે. ખાસ તો વાર્તાઓ અને આત્મકથાઓ વાંચવી વધુ ગમે છે. 

Any recommendations from Gujarati literature?

Panna Trivedi: Oops … there are so many works! Who should I remember and who should I forget? Phaniswarnath Renu, stories of Mannu Bhandari, Pinjar, Train to Pakistan, works like Totochan. I like to read the stories of Dwiref, Jyant Khatri, Meghani, Pannalal, Umashankar Joshi or Sundaram in Gujarati, and the excellent stories of all my contemporary writers. Original ‘Sota Ukhdela’, ‘Dhartini Aarti’, ‘Manavini Bhavai’, ‘Amasna Tara’, etc.

ઉફ્ફફ… કેટકેટલી કૃતિઓ છે! કોને યાદ કરું ને કોને ભૂલું? ફણીશ્વરનાથ રેણુ, મનનુ ભંડારીની વાર્તાઓ,  પિંજર, , તોતોચાન જેવી કૃતિઓ. ગુજરાતીમાં દ્વિરેફની , જ્યંત ખત્રીની, મેઘાણી, પન્નાલાલ, ઉમાશંકર જોશી કે સુંદરમની વાર્તાઓ, અને મારા બધા જ સમકાલીન લેખકોની ઉત્તમ વાર્તાઓ વાંચવી ગમે. મૂળ સોતાં ઉખડેલાં’, ‘ધરતીની આરતી’, ‘માનવીની ભવાઈ’, ‘અમાસના તારા’ વગેરે.

#QuickQuestions

Your favourite Gujarati magazine? Why? 

Only one? Very difficult. Navneet Samarpan, Shabd Srishti and Parab … I love them all equally, they have an excellent collection of stories and articles.

એક જ? બહુ જ મુશ્કેલ છે. નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ અને પરબ… સરખો જ પ્રેમ છે. વાર્તાઓ અને લેખોનું ઉત્કૃષ્ટ સ્તર જળવાઈ રહ્યું છે માટે.

Two books that are your guilty pleasure

Ha ha ha .. a story with pictures for children in a newspaper or magazine. Such as Chiku’s character in Champak or Zagmag or Chandamama.

હા હા હા .. અખબાર કે સામયિકમાં આવતાં બાળકો માટેના ચિત્રો વાળી કથા. જેમ કે ‘ચંપક’માં આવતું ચીકુનું પાત્ર. કે ‘ઝગમગ’, કે ‘ચાંદામામા’. 

A book you re-read often?

I like to read Ravi Par written by Gulzar and Mare Gaye Gulfam written by Renu.

ગુલઝાર લિખિત ‘રાવી પાર’ અને રેણુ લિખિત  ‘મારે ગયે ગુલફામ’ આ બંન્ને કૃતિઓ વાંચવી ગમે જ ગમે.

Which book are you currently reading? 

Currently I am re-reading Amrita Pritam’s autobiography Revenue Stamp

હાલમાં અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ વાંચી રહી છું, ના.. તાજી કરી રહી છું.

Picture of Jessica Joshi

Jessica Joshi

Jessica is a freelance writer, avid reader and former Assistant Sub Editor and Head of Operations and Strategy at Purple Pencil Project. She conceptualised and anchored the unBlock event series.

3 Responses

  1. આપનું સાહિત્ય હમેશાં વાંચવું ગમ્યું છે.
    કોઈ સામયિકમાં આપની વાર્તા, કવિતા, વિવેચન પ્રકાશિત થાય અચૂક વાંચ્યું છે. જેના થકી સાહિત્યની સૂઝ અને રસ વિકસ્યો. તે માટે આપનો ખૂબ ખૂબ આભાર

  2. પેપર પેન્સિલ પ્રોજેક્ટ …વાહ ખુબજ મજા પડી ગઈ મેમ.. ઘણુંજ જાણવા મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *